મોગાદિશુ: સોમાલિયાની સેનાએ સોમાલિયાના દક્ષિણ વિસ્તારમાં ભીષણ એન્કાઉન્ટરમાં અલ-શબાબના આઠ આતંકીઓને ઠાર કર્યા છે. એક અધિકારીએ આ માહિતી આપી. સમાચાર એજન્સી સિન્હુઆએ ગૂફ-ગડુડ બુરેના ગવર્નર હસન માયો ઇસાકે પત્રકારોને આપેલા નિવેદનના આધારે જણાવ્યું છે કે, “આતંકવાદીઓએ સોમવારે ગૂફ-ગડુડ બુરેમાં એક સૈન્ય મથક પર હુમલો કર્યો.”
ઇસાકે કહ્યું, “અલ-શબાબના આતંકવાદીઓએ બેઝ કબજે કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ હારી ગયા. અમારી સેનાએ એન્કાઉન્ટરમાં તેમના આઠ માણસોને માર્યા અને અમે હવે બચેલા લોકોનો પીછો કરી રહ્યા છીએ.” તેમણે કહ્યું, “અમારા સૈનિકોએ શહેર પર સંપૂર્ણ નિયંત્રણ રાખ્યું છે અને આતંકવાદીઓને ભગાડી દેવામાં આવ્યા હતા.” સોમાલિયાના મુદુગની મધ્યમાં ગાલકાયો શહેરમાં આતંકીઓ દ્વારા કાર બોમ્બ વિસ્ફોટ થયાના બીજા જ દિવસે નવીનતમ ઘટના બની છે. બોમ્બ બ્લાસ્ટમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા.
અલ-કાયદાના સાથી અલ-શબાબે સોમવારે કરેલા હુમલામાં વિજયનો દાવો કરતા કહ્યું કે આ એન્કાઉન્ટરમાં સોમાલીયાઈ સેનાના આઠ સૈનિકો માર્યા ગયા હતા. સોમાલીયાઈ સેના અને આફ્રિકન યુનિયનની સૈન્ય દ્વારા ઓગસ્ટ 2011 માં અલ-શબાબને રાજધાની મોગાદિશુથી હાંકી કાઢ્યા પછી સોમાલિયાના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં સરકારી સૈન્ય અને અલ-શબાબ આતંકવાદીઓ વચ્ચે અસંખ્ય એન્કાઉન્ટર થયા છે.