નવી દિલ્હી : મુંબઇ: સેમસંગે તાજેતરમાં ભારતમાં સૌથી મોંઘી એલઈડી ડિસ્પ્લે લોન્ચ કરી છે. ‘ધ વોલ’ નામની આ માઇક્રો એલઇડી ડિસ્પ્લે ત્રણ જુદા જુદા કદમાં લોન્ચ કરવામાં આવી છે અને તેની કિંમત 12 કરોડ રૂપિયા સુધી જાય છે. આ ડિસ્પ્લેની વિશેષતા એ છે કે જ્યારે તમે તેનો ઉપયોગ કરતા નથી, ત્યારે તેને ડિજિટલ કેનવાસમાં ફેરવી શકાય છે.
આ એલઇડી ડિસ્પ્લેની કિંમત 3.5 કરોડથી 12 કરોડની વચ્ચે છે. આ ત્રણ પ્રકારો 142 ઇંચ, 219 ઇંચ અને 292 ઇંચમાં આવે છે. ખાસ વાત એ છે કે જ્યારે યુઝર તેનો ઉપયોગ નથી કરી રહ્યો, તો પછી તેને ડિજિટલ કેનવાસમાં ફેરવી શકાય છે. આ ડિસ્પ્લેમાં વધુ તેજ અને વધુ સારી ગુણવત્તા મળશે. ‘ધ વોલ’ જૂની તસ્વીરોને પણ વધુ સારી બનાવી શકે છે. તમને જણાવી દઇએ કે તેનું 292 ઇંચનું મોડેલ 8k વિડિઓ ગુણવત્તાને સપોર્ટ કરે છે.