મુંબઈ : નાતાલના પ્રસંગે અર્પિતા ખાન અને આયુષ શર્માએ મુંબઇમાં તેમના ઘરે પાર્ટી આપી હતી. કરણ જોહર, રિતેશ દેશમુખ, તુષાર કપૂર, નિખિલ દ્વિવેદી, સોહેલ ખાન, સલમાન ખાન, સલીમ ખાન, અરબાઝ ખાન, રિતેશ દેશમુખ, તુષાર કપૂર, એકતા કપૂર સહિતના સેલેબ્સ પાર્ટીમાં જોડાયા હતા. તુષાર પુત્ર લક્ષ્ય કપૂર અને કરણ જોહર પુત્રો યશ અને રૂહી સાથે જોવા મળ્યા હતા. તૈમૂર અલી ખાને પણ પાર્ટીમાં હાજરી આપી હતી, જોકે તેના માતાપિતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન અહીં હાજર ન હતા.
ગર્ભવતી છે અર્પિતા :
સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાન શર્મા બીજી વખત માતા બનવા જઈ રહી છે. ચર્ચા છે કે અર્પિતા 27 ડિસેમ્બરે સલમાનના 54 મા જન્મદિવસ પર તેના બાળકને જન્મ આપશે. 8 નવેમ્બર 2014 ના રોજ, અર્પિતાએ હૈદરાબાદના હોટલ ફાલકનુમા પેલેસમાં આયુષ સાથે લગ્ન કર્યા હતા. માર્ચ 2016 માં, તેમના પુત્ર આહિલનો જન્મ થયો. નોંધપાત્ર વાત એ છે કે આયુષ હિમાચલ પ્રદેશના રાજકારણી અનિલ શર્માના પુત્ર અને સુખરામ શર્માના પૌત્ર છે. તેણે 2018 માં ફિલ્મ ‘લવયાત્રી’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
જુઓ પાર્ટીની તસવીરો :