નવી દિલ્હી : નવા નાગરિકત્વ કાયદા અને એનઆરસીને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, તેથી લોકોમાં અનેક પ્રકારની ચિંતાઓ છે. આ દરમિયાન કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસનો એક રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી સરકારની એનઆરસી (નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન) યોજના ભારતના મુસ્લિમ લઘુમતીઓને અસર કરી શકે છે.
18 ડિસેમ્બરના આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે દેશની સ્વાભાવિક નાગરિકતા પ્રક્રિયામાં કોઈ ધાર્મિક ધોરણ ઉમેરવામાં આવ્યો.
કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ અમેરિકન (યુએસ) કોંગ્રેસની એકક સ્વતંત્ર સંશોધન પાંખ છે, જે સમયાંતરે સાંસદોની માહિતી માટે ઘરેલું અને વૈશ્વિક મહત્વની બાબતો પર રિપોર્ટ તૈયાર કરે છે. જો કે, તેને યુએસ કોંગ્રેસનો સત્તાવાર અહેવાલ માનવામાં આવતો નથી.
કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ) ના એક અહેવાલ મુજબ, ભારતની સંઘીય સરકાર, એનઆરસી સાથેના નવા સિટિઝનશિપ એક્ટ (સીએએ) ભારતના લગભગ 200 મિલિયન મુસ્લિમ લઘુમતીઓને અસર કરી શકે છે.