મુંબઈ : અભિનેતા સૈફ અલી ખાન ફરી એક વખત ‘ઓલે-ઓલે’ સાથે દર્શકોના હ્રદય જીતવા જઇ રહ્યો છે. ગીતનું ટીઝર રજૂ કરવામાં આવ્યું છે, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઓલે-ઓલે … આ ગીત ફિલ્મ ‘યે દિલ્લગી’ નું છે જે 90 ના દાયકામાં આવી હતી. બોલિવૂડની શરૂઆત દરમિયાન લોકોએ આ ગીતથી સૈફ અલી ખાનને ઓળખવાનું શરૂ કર્યું.
આ ગીતને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘જવાની જાનેમન’માં દર્શાવવામાં આવશે. આ ગીતને તનિષ્ક બાગજીએ કંપોઝ કર્યું છે અને યશ નાર્વેકર દ્વારા ગાવામાં આવ્યું છે. જ્યારે અભિજિત ભટ્ટાચાર્યએ જૂના ઓલે-ઓલે ગીતને પોતાનો અવાજ આપ્યો હતો.