મુંબઈ : આ વર્ષે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાંથી એક વીડિયો રાનુ મંડલનો હતો. હા, એ જ રાનુ મંડલ જેનો અવાજ બોલિવૂડથી વિદેશમાં પણ ગુંજી રહ્યો છે. આજે અમે તમને તે પાંચ વાયરલ વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જે આ વર્ષે એકદમ ટ્રેન્ડ પર રહ્યા છે, જેમાં રાનુ મંડલ ઉપરાંત બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપડા, સારા અલી ખાન, જસલીન મથારુ અને મોનાલિસાના નામ શામેલ છે.
રાનુ મંડલ
રાનુ મંડલ એક એવું નામ છે, જે આખા વિશ્વમાં હવે જાણીતું છે. તેનો અવાજ વિશ્વભરમાં ગુંજી રહ્યો છે. પશ્ચિમ બંગાળના નાડિયા જીલ્લાના 55 વર્ષિય રાનુ મંડલ , જે રેલ્વે સ્ટેશન પર ગીત ગાયને ગુજરાન ચલાવતી હતી, જે આજે બૉલીવુડમાં પ્રસિદ્ધ થઇ ચુકી છે. આ ઉપરાંત વાયરલ થયેલા અન્ય સ્ટાર્સના વિડીયો પર પણ કરો એક નજર…