કોઉના પર શક કરવો સામાન્ય વાત હોઈ શકે છે. પરંતુ કોઇ વ્યક્તિ પર કારણ વગર શક કરતા રહેવું એ સામાન્ય વાત નથી. આ રોગ પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય છે. તેનાથી પીડિત વ્યક્તિની આજુબાજુ રહેતા લોકોને શકની નજરે જુએ છે અને હંમેશાં એ અનુભવે છે કે કોઇ તેને નુકસાન પહોંચાડવા માગે છે. ઘણીવાર એવું પણ લાગે છે કે કોઇ પાછળ ચાલી રહ્યું છે, જેના કારણે ગભરાઇને તે નિયંત્રણ ગુમાવી દે છે. સામાન્ય રીતે, આપણે આવા વર્તનને લોકોની પ્રકૃતિ ગણીએ છીએ, જે ખરેખર એક ગંભીર સમસ્યા છે. લોકોમાં શંકાસ્પદ સ્વભાવ, સતત અવિશ્વાસની સ્થિતિ અને હંમેશાં અસલામતીની લાગણી હોય છે. તેઓ દરેક સમયે ખૂબ સજાગ રહે છે અને કોઈ પણ બાબતમાં ઝડપથી ખરાબ લગાડી દે છે. ભૂલ કર્યાં પછી પણ તેઓ તેમની ભૂલ સ્વીકારતા નથી. હઠીલા, સમાધાન કરવામાં અસમર્થ, ભાવનાત્મક રૂપે અન્ય લોકો સાથે ઝડપથી કનેક્ટ થવામાં અસમર્થ અને તાર્કિક વિચારસરણીને જ યોહ્ય માને છે.
આ બીમારી શું હોય છે તેનું સચોટ કારણ હજી સુધી જાણી નથી શકાયું. પરંતુ નિષ્ણાતોના જણાવ્યાનુસાર, સ્ક્રિઝોફેનિયા (આ એક માનસિક બીમારી છે જેમાં પીડિત વાસ્તવિક અને કાલ્પનિક વસ્તુઓ સમજવામાં ભૂલ કરી બેસે છે)ની સમસ્યાથી ગ્રસ્ત લોકોના નજીકના સંબંધીઓને આ બીમારી થવાની સંભાવના હોય છે. તણાવવાળું જીવન પણ આ રોગનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. ડિમેન્શિયા અને પાર્કિન્સન રોગથી પીડિત વૃદ્ધોમાં પણ શકનો રોગ જોવા મળે છે. આ રોગીઓના માથાંમાં ડોપામાઇન નામના ન્યુરોકેમિકલની ઊણપને કારણે શક પેદા થાય છે. આ ઉપરાંત, બાળપણમાં ઘટેલી કેટલીક ખરાબ ઘટનાઓનો અનુભવ પણ પેરાનોઇડ ડિસોર્ડર હોવાનું કારણ હોઈ શકે છે.
આ રોગો માટે સાઇકોથેરપી સરળ સારવાર છે. તેમાં ડોકટરો દર્દીની અંદર આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારવાનો આગ્રહ રાખે છે. આ રોગની સારવાર માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે એન્ટિ-ડપ્રેસન્ટ અને એન્ટિ-સાઇકોટિક દવાઓ આપવામાં આવે છે. આ રોગને અમુક હદ સુધી આર્ટ થેરપી, ફેમિલી થેરપી વગેરે દ્વારા પણ દૂર કરી શકાય છે.