નવી દિલ્હી : શાઓમી (Xiaomi)ની રેડમી નોટ સિરીઝ ભારતમાં ઘણી લોકપ્રિય છે. આ વખતે પણ રેડમી નોટ 8 સિરીઝ એવી જ રીતે લોકપ્રિય થઈ છે. તાજેતરમાં જ કંપનીએ ખુલ્લા વેચાણમાં રેડમી નોટ 8 અને રેડમી નોટ 8 પ્રો વેચવાની જાહેરાત કરી છે.
શાઓમીએ રેડમી નોટ 8 પ્રો માટે એક નવું હાર્ડ કેસ શરૂ કર્યું છે. તેની કિંમત 499 રૂપિયા રાખવામાં આવી છે. તેમાં ડ્યુઅલ બ્લેક ફિનિશિંગ છે. તે Mi.com પરથી ખરીદી શકાય છે.
મી મેટ હાર્ડ કેસમાં ડ્યુઅલ બ્લેક ફિનિશ છે અને તેની વચ્ચે પાતળી લાલ લાઈન છે. આ હાર્ડ કેસનો ઉપરનો ભાગ ચળકતા કાળો લાગે છે અને કેમેરા કટઆઉટ અહીં આપવામાં આવ્યો છે. નીચેના ભાગે ટેક્ચર્ડ ફિનિશ મેટ આપવામાં આવ્યો છે.