સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સ્નેચિંગ અને લૂંટના બનાવમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પાંડેસરામાં ગઈકાલે રાત્રે યુવાનના પેટમાં ચપ્પુના ઘા મારી મોબાઈલ અને રોકડ રૂપિયા 2000 લૂંટી લીધા હતા જ્યારે બીજા બનાવમાં કતારગામમાં મોબાઇલ લૂંટવા નહીં દેતા યુવાનને સળિયો મારી ઈજા પહોંચાડી હતી. બંને યુવાનને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા છે.નવી સિવિલ હોસ્પિટલની મળેલી વિગત મુજબ મૂળ બિહારના ઓરંગાબાદનો વતની અને અત્યારે પાંડેસરાના વડોદગામમાં ગણેશ નગરમાં રહેતી 18 વર્ષીય મજૂરી કામ કરતો રાજકુમાર સંજય દાસ ચમાર ગઈકાલે રાત્રે પાંડેસરાની મિલમાં પગપાળા મિત્રો પાસે જતો હતો ત્યારે ઘર પાસે પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ તેની પાસે મોબાઇલ અને રૂપિયા માંગ્યા હતા.
જોકે તેણે આપવાનો ઇનકાર કરતા અજાણ્યા શખ્સોએ તેના પેટમાં ચપ્પુ હુલાવી દીધું હતું અને તેની પાસેથી મોબાઇલ તથા રોકડ રૂપિયા 2000 લુંટીને ભાગી ગયા હતા એવું તેના સંબંધીએ જણાવ્યું હતું તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.બીજા બનાવમાં મૂળ બનાસકાંઠાના ડીસાના વતની અને હાલમાં વરાછાના અશ્વનિકુમાર રોડ પર દેવજી નગરમા રહેતા 33 વર્ષીય પીન્ટુ મણીઈલાલ ભાટી ઢાગા -જરીના કામ સાથે સંકળાયેલા છે. ગઈકાલે સાથે ઉધનાથી મોટર સાયકલ પર ઘરે આવવા નીકળી હતી. તે સમયે કતારગામમાં ગૌશાળા પાસે તેમના મોબાઈલની રીંગ વાગતા બાઈક સાઈડમાં ઊભા રાખી
વાતચીત કરતા હતા ત્યારે અજાણ્યા યુવાન તેની પાસે આવીને મોબાઈલ ખેંચતો હતો. તેણે મોબાઈલ લૂંટવા નહીં દેતા અજાણ્યા યુવાને તેના પેટમાં સળિયો માર્યો હતો. જેથી તેના પેટમાં ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. આ અંગે સબંધીએ જણાવ્યુ હતું.