નવી દિલ્હી : ક્રિકેટમાં આંકડા અને રેકોર્ડ વિશે શું કહેવું. વર્ષ 2019 માં પણ એક રેકોર્ડ સર્જાયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ એક વીડિયોમાં વર્ષના મોટા રેકોર્ડ્સ એકત્રિત કર્યા છે. આ વીડિયો તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને લખ્યું છે – 2019 માં ક્રિકેટની અવિસ્મરણીય યાદો! તમારું મનપસંદ કયું છે ..?
– 7 જાન્યુઆરી – ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી.
– 6 જાન્યુઆરી – નેપાળનો રોહિત પૌડેલ (16 વર્ષ 146 દિવસ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા પુરુષ ક્રિકેટર બન્યો.
– 8 જાન્યુઆરી – પારસ ખડકા નેપાળ તરફથી વન ડેમાં સદી ફટકારનારો પ્રથમ ક્રિકેટર બન્યો.
– ફેબ્રુઆરી – મિતાલી રાજ 200 વન ડે મેચ રમનાર પ્રથમ મહિલા ખેલાડી બની.
– ફેબ્રુઆરી – શ્રીલંકાની ટીમ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી (2-0) જીતનાર પ્રથમ એશિયન ટીમ બની. આ ઉપરાંત અન્ય રેકોર્ડ પર નજર કરવા જુઓ આ વિડીયો….
2️⃣0️⃣1️⃣9️⃣ leaves us with unforgettable cricketing memories!
Which is your favourite?
Watch our 2019 rewind below ⏪ pic.twitter.com/2vXyotmMts
— ICC (@ICC) December 31, 2019