મુંબઈ : બોલિવૂડ સેલેબ્સ પોતાની શૈલીમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. કોઈ વિદેશ ગયા છે, તો કોઈ દેશમાં તેમની રીતે આ દિવસની ઉજવણી કરે છે. સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે ઇટાલી ગઈ છે. નવા વર્ષ નિમિત્તે સોનમ અને આનંદે એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો, જેમાં બંને કિસ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોને શેર કરતાં સોનમ કપૂરે લખ્યું છે કે, છેલ્લું દશક સૌથી અદભૂત હતું. મેં ઘણી સારી ફિલ્મો કરી. ઘણા મહાન લોકો મળ્યા, કાયમ માટે મિત્રો બન્યા. મેં બહેન રિયા કપૂર સાથે ત્રણ ફિલ્મો કરી. આમાંથી સમજાયું કે બહેનો સારી ભાગીદાર છે. સોનમે એમ પણ લખ્યું છે કે હું મારા આત્મસાથીને મળી, અમે લગ્ન કર્યા અને પોતાનું ઘર બનાવ્યું, પરંતુ આ દાયકાએ મને મોટાભાગે શીખવ્યું છે કે જીવનના ઘણા રસ્તાઓ છે અને એક જ રસ્તો છે, જે આપણે સાચા હેતુ સાથે પૂરો કરવો જોઈએ. તમારો ખૂબ ખૂબ આભાર.