નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વર્ષ 2020 ના પહેલા દિવસે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. હાર્દિક પંડ્યાએ સર્બિયાઈ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ સાથે સગાઈ કરી છે. તેણે આ વાતનો ખુલાસો ઇન્સ્ટાગ્રામ પર કર્યો હતો. નતાશા સાથે ફોટો શેર કરતી વખતે પંડ્યાએ લખ્યું, ‘મેં તેરા, તુ મેરી જાન, સારા હિન્દુસ્તાન. 01.01.2020 #engaged’
ત્રણ ફોટા શેર કર્યા છે
હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર 3 ફોટા શેર કર્યા છે. એક વિડિઓ ક્લિપ પણ શેર કરી. એક તસવીરમાં નતાશા સગાઈની રીંગ બતાવતી જોવા મળી રહી છે. નતાશા અને પંડ્યાએ દુબઈમાં સગાઈ કરી. આ દરમિયાન, આ દંપતી તેમના કેટલાક નજીકના લોકો સાથે બોટ પર જોવા મળ્યા હતા.