નવી દિલ્હી : જો ક્રિકેટ જગતમાં ફેશન અને સ્ટાઇલની ચર્ચા હોય તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ હેડલાઇન્સમાં આવે છે. વિરાટ કોહલી ઘણીવાર તેના સ્ટાઇલિશ હેરકટને કારણે ચર્ચામાં રહે છે. તેનો હેરકટ ટ્રેન્ડ સેટ બની જાય છે. નવા વર્ષમાં કોહલી નવા લુકમાં જોવા મળી રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કોહલી તેના હેર સ્ટાઈલિશ આલીમ હકીમ સાથે જોવા મળી રહ્યો છે. કોહલીના હેરકટ પછીની આ તસવીર છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કોહલીએ પણ સ્ટોરી શેર કરતી વખતે અલીમ હકીમનો આભાર માન્યો છે.