ગાંધીજી સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજો સરકાર સાચવી શકી નથી. સમયાંતરે આ અંગેના ખુલાસા થતા રહે છે. ગાંધીજીના 150 વર્ષની ઉજવણી પાછળ અઢળક ખર્ચો કરતી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે ગાંધીજી સાથે સંકળાયેલી ચીજો-દસ્તાવેજો સાચવવામાં જરા પણ રસ દાખવ્યો નથી. આ અંગે થયેલી એક માહિતી અિધકાર હેઠળની અરજી (આરટીઆઈ) દ્વારા જાણવા મળ્યું છે કે સાબરમતી આશ્રમ માટે ગાંધીજીએ કરેલું વસિયતનામુ જ ગુમ છે. ગાંધીજીએ આશ્રમની સૃથાપના કરી ત્યારે નામ હરિજન આશ્રમ હતું, એ પણ પાછળથી રહસ્યમય સંજોગોમાં બદલી ગયું છે. 1917માં સાબરમતીના કાંઠે સૃથપાયેલા આશ્રમને ગાંધીજીએ 1930ની દાંડી કૂચ વખતે છોડી દીધો હતો. પરંતુ એ પહેલા આશ્રમની જમીન અને આશ્રમના ઉપયોગ અંગે વસિયતનામુ તૈયાર કરાવ્યું હતું. એ વસિયતનામુ અતિ મહત્ત્વનો દસ્તાવેજ ગણાય પરંતુ હવે ક્યાં છે, તેની સરકારને જાણકારી નથી.
આ દસ્તાવેજ તથા આશ્રમની મિલકત અંગેના કાગળો ગાંધીજીએ પ્રાર્થના સભામાં જાહેરમાં જ વાંચી સંભળાવ્યા હતા. આવા ઘણા દસ્તાવેજો ગુમ છે અને શોધખોળ પછી સરકાર મેળવી શકી નથી, એવો જવાબ માહિતી કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે. ઈન્દિરા ગાંધીની સરકાર વખતે પણ આશ્રમમાં ચાલતી ગરબડો અંગે અને ટ્રસ્ટોના અિધકારોમાં ફેરફાર કરવા અગે ફરિયાદો ઉઠી હતી. એ મુદ્દે તપાસ થાય એવુ અનેક તત્ત્કાલીન કોંગ્રેસી નેતાઓ જ ઈચ્છતા ન હતા. પરંતુ ઈન્દિરા ગાંધી પછી સત્તામાં આવેલા મોરારજી દેસાઈએ તપાસ કરાવી હતી. મોરારજી દેસાઈની ઈચ્છાથી તત્ત્કાલીન રાજ્યપાલ કે.કે. વિશ્વનાથે એક તપાસ પંચની રચના કરી હતી. આ તપાસપંચે આશ્રમના વહિવટમાં ચાલતી ગરબડો-ભ્રષ્ટ્રાચાર અંગે અહેવાલ તૈયાર કરી રાજ્યપાલને સુપ્રત કર્યો હતો. એ અહેવાલ રાજભવનમાં સચવાવવો જોઈએ. પરંતુ રાજભવન સાચવી શક્યુ નથી, તેમ આરટીઆઈમાં જણાવ્યું છે. આશ્રમ અંતર્ગત એ સમયે કુલ 17 ટ્રસ્ટની સૃથાપના થઈ હતી.
આ બધી માહિતી નથી એવો જવાબ આપવામાં પણ માહિતી કમિશનરે દોઢ વરસ જેવો લાંબો સમય લીધો હતો. એટલુ જ નહી માહિતી અિધકાર હેઠળ માહિતી આપવા આૃથવા એ માહિતી ન હોય ત્યારે જે કાર્યવાહી કરવી જોઈએ એ પણ માહિતી કમિશનર કરવામાં નિષ્ફળ ગયા છે. કપડવંજના રહેનાલી મૌલિક શ્રીમાળીએ રાજ્યપાલ સમક્ષ કુલ નવ મુદ્દાની માહિતી માગી હતી અને રાજ્યના પ્રથમ નાગરિક એવા રાજ્યપાલની ઑફિસ એ તમામ માહિતી આપવામાં નિષ્ફળ રહી હતી. ભૂતકાળમાં આશ્રમમાંથી ગાંધીજીના ચશ્માં, તેમને મળેલું વિક્ટોરિયા સન્માન, અસલ રેંટિયો સહિતની ચીજો ચોરી થઈ છે અને તેની એફઆરઆઈ પણ નોંધાઈ છે. જોવાની વાત એ છે કે એક વખત તો ચોરી થયાના બીજા દિવસે જ આશ્રમના ચોકિયાતની હત્યા પણ થઈ હતી.ગાંધી આશ્રમની જમીન સાથે છેડછાડ થતી હોવાની વારંવાર ફરિયાદ ઉઠતી રહે છે. સરકારે આ મુદ્દે પણ પુરતી તપાસ કરી નથી. નિયમ પ્રમાણે તો આશ્રમની જમીન કોઈને તબદીલ થઈ શકે નહીં, પરંતુ 103 વર્ષના થયેલા આશ્રમમાં ઘણા ફેરફારો થયા છે અને પરિવર્તનના બહાને થતા રહે છે.