મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ હંમેશા તેની ટીમ સાથે એક પરિવારની જેમ વર્તે છે. કેટરિનાના મેકઅપ આર્ટિસ્ટ ડેનિયલ સી બોઉરે (Daniel C Bauer) તાજેતરમાં ગોવામાં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. આ હાઈપ્રોફાઈ ગે લગ્નમાં કેટરિના કૈફ મસ્તી કરતી નજરે પડી હતી. હવે આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યા છે.
કેટરિનાના મેકઅપ આર્ટિસ્ટ ડેનિયલ સી બાઉરે તેના બોયફ્રેન્ડ ટાયરોન બ્રગન્ઝા સાથે લગ્ન કર્યા છે. ડેનિયલે હિન્દુ રિવાજો સાથે લગ્ન કર્યા છે. કેટરિનાએ ડેનિયલ સી બાઉર અને ટાયરોન બ્રગન્ઝાની તસવીરો પણ તેના ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી.