બિગબોસ શરૂ થયું ત્યારથી પોતાના વર્તન અને ગુસ્સાના કારણે વિવાદોમાં ઘેરાયેલી પ્રિયંકા જગ્ગા ફરી એક વખત ચર્ચા માં છે. પોતાના નઠારા વર્તનના કારણે બિગબોસ માં શરૂઆત થી જ પ્રિયંકા અને અન્ય કન્સેસ્ટન્ટ દ્વારા તિરસ્કાર કરવામાં આવતો રહ્યો છે. ત્યારે આજે પ્રિયંકા એ બિગબોસ ના હોસ્ટ અને બોલિવૂડના ભાઈ ગણાતા એવા સલમાન ખાન સાથે વેર બન્દ્યું છે. જેના બાદથી સલમાન ખાન ના ગુસ્સાનો કોઈ પાર રહ્યો નથી.
હદ તો ત્યાં થઇ જયારે સલમાને બિગ બોસ ચોદવાની વાત કરી સાથે કલર્સ સાથે ભવિષ્ય માં પણ કોઈ પ્રકાર નો શો નહિ કરે. તેમ સલમાને જણાવ્યું હતું.
જયારે તેના વળતા જવાબમાં પ્રિયંકા એ જણાવ્યું હતું કે મને સાલમાંથી કોઈ પણ પ્રકારનો ડર નથી લાગતો કેમ કે મને હંમેશા થી ફિલ્મો કરવામાં કોઈ પ્રકાર નો રસ નથી.