મુંબઈ : બોલિવૂડનું સ્ટાર લવ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજકાલ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે, તેમની શૂટિંગની તસવીરો લોકોની સામે આવી રહી છે, હવે આ બંને સ્ટાર્સનો એક વીડિયો સામે આવ્યો છે જે બતાવે છે કે રણબીર કપૂર તેની પ્રેમિકા વિશે કેટલો પ્રોટેક્ટિવ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
જો કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચેની કેમિસ્ટ્રી આજે પણ ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે રણબીરનું સ્વરૂપ સામે આવ્યું છે, તે આલિયા વિશે પોતાની લાગણી સ્પષ્ટ જણાવી રહ્યું છે. કારણ કે જ્યારે આલિયા તેના ફેન્સની ભીડમાં ફસાઈ ગઈ, ત્યારે રણબીર બોયફ્રેન્ડ નહીં, બોડીગાર્ડની ભૂમિકામાં આવ્યો. આ વિડીયો જુઓ…