નવી દિલ્હી : દેશના ઘણા ભાગોમાં એરટેલ વાઇ-ફાઇ (Wi-Fi) કોલિંગ સેવાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તેને પ્રથમ દિલ્હી એનસીઆર ક્ષેત્ર માટે શરૂ કરાઈ હતી. એરટેલ વાઇ-ફાઇ કોલિંગ સેવા દ્વારા, સબ્સ્ક્રાઇબર્સ વાઇ-ફાઇ નેટવર્ક દ્વારા વોઇસ કોલિંગ કરી શકે છે. શરૂઆતમાં તેની સુવિધા ફક્ત એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર હોમ બ્રોડબેન્ડ સુધી મર્યાદિત હતી. જો કે, હવે તે કોઈપણ Wi-Fi નેટવર્ક દ્વારા એક્સેસ કરી શકાય છે.
કંપનીની વાઇ-ફાઇ કોલિંગ સર્વિસ 1 મિલિયન યુઝર્સનો આંકડો પાર કરી ગઈ છે. ઉપરાંત, કંપનીએ હવે 100 થી વધુ સ્માર્ટફોન માટે પોતાનો ટેકો જાહેર કર્યો છે. આપને જણાવી દઇએ કે એરટેલની હરીફ કંપની રિલાયન્સ જિયોએ પણ બુધવારે તેના ગ્રાહકો માટે વાઇ-ફાઇ કોલિંગ સેવા શરૂ કરી છે.
એરટેલની વાઇ-ફાઇ કોલિંગ સેવા હવે દેશના ઘણા ભાગોમાં ઉપલબ્ધ કરાઈ છે. તેમાં ગુજરાત, હરિયાણા, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, યુપી (પૂર્વ) અને યુપી (પશ્ચિમ) જેવા રાજ્યો શામેલ છે. આ રાજ્યો ઉપરાંત આ સેવાનો લાભ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કોલકાતા, મુંબઇ અને તમિળનાડુમાં પણ મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે આ સેવા દિલ્હી-એનસીઆરથી શરૂ કરવામાં આવી હતી.