નવી દિલ્હી : ગયા વર્ષે શાઓમી (Xiaomi)એ તેની એમઆઈયુઆઈ (MIUI) 11 સ્કિનને એન્ડ્રોઇડ માટે લોંચ કરી હતી અને હજી સુધી તે સુસંગત સ્માર્ટફોનમાં રોલઆઉટ ચાલુ રાખે છે. હવે કંપનીએ ખુલાસો કર્યો છે કે કંપની આગલી પેઢીના MIUI 12 સ્કીન પર કામ કરી રહી છે. આ પુષ્ટિ ઉપરાંત કંપનીએ ઓપરેટિંગ સિસ્ટમ વિશે વધુ કોઈ માહિતી શેર કરી નથી. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવતા અઠવાડિયામાં, કંપની યુઆઈ વિશે કેટલીક વધુ માહિતી પ્રદાન કરી શકે છે.
શાઓમીએ ચાઇનીઝ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ વીબો પર આગામી MIUI 12 સ્કિન માટે લોગો પોસ્ટર બહાર પાડ્યું છે. આ નવા યુઆઈ સાથે, MIUIના 10 વર્ષ પૂર્ણ થશે. આ UI નું પ્રથમ સંસ્કરણ 2010 માં શરૂ થયું હતું. ત્યારથી, કંપની સતત વપરાશકર્તાઓને તેના અપડેટ્સ પ્રદાન કરી રહી છે.