નવી દિલ્હી : ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે રવિવારે ટીમ ઈન્ડિયા (ટી 20)ની જાહેરાત કરવામાં આવી હતી. 24 જાન્યુઆરીથી આ ટૂર 5 ટી 20 મેચની સિરીઝથી શરૂ થશે. આ પછી 5 ફેબ્રુઆરીથી ત્રણ વનડે મેચની શ્રેણી રમાશે. છેવટે, 21 ફેબ્રુઆરીથી, આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત બે મેચની સિરીઝ રમાશે.
રવિવારે ટી -20 માટે વિરાટ કોહલીની કપ્તાની હેઠળ 16 સભ્યોની ભારતીય ટીમમાં જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્મા સિરીઝમાં પાછો ફર્યો છે, જેને શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી સિરીઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, વિકેટકીપર સંજુ સેમસનને 16 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી.
ટી -20 વર્લ્ડ કપના પગલે મહેન્દ્રસિંહ ધોનીની વાપસીની ઘણી ચર્ચા થી હતી પરંતુ ફરી એકવાર ચર્ચા મુલતવી રાખવામાં આવી હતી. 16 સભ્યોની ભારતીય ટીમમાં 38 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીનું નામ નથી. હવે તે આઈપીએલ -2020 માં વાપસી કરે તેવી સંભાવના છે.
જાણો કોણ ઈન
India's T20I squad for NZ tour announced: Virat Kohli (C), Rohit Sharma (VC), KL Rahul, S Dhawan, Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant (WK), Shivam Dube, Kuldeep Yadav, Yuzvendra Chahal, W Sundar, Jasprit Bumrah, Mohd. Shami, Navdeep Saini, Ravindra Jadeja, Shardul Thakur
— BCCI (@BCCI) January 12, 2020