અલ બલાદ : ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંઘર્ષની વચ્ચે રવિવારે અમેરિકી સૈન્ય મથક ઉપર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે. ઇરાકના અલ બલાદમાં અમેરિકાના એરબેઝ પર 8 રોકેટ ફાયર થયા હતા, જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં બે ઇરાકી અધિકારીઓ અને બે એયરમેન પણ છે.
સમાચાર એજન્સી એએફપી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ હુમલો અંગે કોઈ જૂથ અથવા સંગઠને કોઈ જવાબદારી લીધી નથી. જો કે, યુએસએ શરૂઆતમાં આરોપ લગાવ્યો છે કે ઇરાકમાં ઇરાન સમર્થિત જૂથ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.
અત્યારે આખા વિશ્વની નજર ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ પર છે. બંને દેશો વચ્ચે યુદ્ધનું જોખમ હોવાનું લાગી રહ્યું છે. આ અગાઉ ઇરાન અને ઇરાકએ અમેરિકા અને ગઠબંધન સૈન્ય મથકો પર ડઝનથી વધુ મિસાઇલો દ્વારા હુમલો કર્યો છે.