નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાથી વનડે સિરીઝ જીત્યા બાદ ન્યુઝીલેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયા 24 જાન્યુઆરીએ પ્રથમ મેચ રમશે. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ ટી -20 મેચની શ્રેણીની પ્રથમ મેચ ઓકલેન્ડમાં રમાશે. આ વર્ષે ઓક્ટોબર ટી -20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ શ્રેણીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ટીમ ઈન્ડિયા તેમના ટી -20 ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ ટી -20 મેચની શ્રેણી રમી રહી છે. અત્યાર સુધી ભારતીય ટીમે કોઈપણ દ્વિપક્ષીય ટી -20 શ્રેણીમાં ત્રણ કરતા વધારે મેચ રમી નથી. ટી -20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, ખેલાડીઓની સતત પરીક્ષણ કરવામાં આવે છે.
ન્યૂઝીલેન્ડમાં મેચ પહેલા ભારતીય ટીમ મેદાન પર પરસેવો વહેડાવી રહી છે. સૌથી મોટી વાત એ છે કે પ્રેક્ટિસ દરમિયાન કેએલ રાહુલ વિકેટની પાછળ ઉભેલો જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર આ તસવીર સામે આવી છે, જેમાં કેએલ રાહુલ પ્રેક્ટિસ દરમિયાન વિકેટ પાછળ જોવા મળી રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે .. તો શું ઋષભ પંતને કીપિંગની જવાબદારી નહીં મળે ..?
The two captains all smiles as they pose with the trophy ahead of the 5-match T20I series #NZvIND pic.twitter.com/TRGAAZ8nl1
— BCCI (@BCCI) January 23, 2020