મુંબઈ : ભોજપુરી ફિલ્મોની સાથે લોકોને ભોજપુરી ગીતો પણ ખૂબ ગમે છે. યુટ્યુબ પર માત્ર ભોજપુરી ગીતોની શોધ જ નહીં, પણ ગાયકો ભોજપુરી મ્યુઝિક ઉદ્યોગમાં ટોચ પર રહેવા માટે જોરદાર સ્પર્ધા કરે છે. પવનસિંહ અને ખેસારી લાલ ભોજપુરીના કેટલાક દિગ્ગજ ગાયકોમાં સામેલ છે. પરંતુ આ દિવસોમાં એક ગીતે આ બંને ગાયકો દ્વારા બનાવેલા રેકોર્ડને તોડી નાખ્યા છે.
આ ગીતને રિતેશ પાંડેએ ગાયું છે અને ગીતનું શીર્ષક ‘હેલો કૌન’ છે. ગયા વર્ષે 9 ડિસેમ્બરે આ ગીત યુટ્યુબ પર રિલીઝ થયું હતું. રિધ્ધી મ્યુઝિક વર્લ્ડ નામની યુટ્યુબ ચેનલ પર આ ગીત રિલીઝ થયું હતું અને આજ સુધી 24 કરોડથી વધુ વખત સાંભળવામાં આવ્યું છે. આ ગીત માત્ર યુટ્યુબ પર ખૂબ જ સાંભળવામાં આવ્યું એટલું જ નહીં પરંતુ લોકો આ ગીત પર ટિક ટોક અને હેલો જેવી એપ્લિકેશન પર ઘણા વિડીયો પણ બનાવી રહ્યા છે.