નવી દિલ્હી : આખરે હ્યુઆવેઇ બેન્ડ 4 (Huawei Band 4) ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેને ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી. બેન્ડ 4 માં 0.96 ઇંચની કલર ડિસ્પ્લે છે અને તેનું ડિસ્પ્લે હોનર બેન્ડ 5 આઇ જેવું જ છે. બેન્ડ 4 ની વિશેષ સુવિધાઓની વાત કરીએ તો તેમાં 5ATM વોટર રેસિસ્ટેંન્સ, 9 દિવસ સુધીની બેટરી અને સ્લીપ ડિસઓર્ડર ડાયગ્નોસિસ ફીચર્સ આપવામાં આવ્યો છે.
હ્યુઆવેઇ બેન્ડ 4 ની કિંમત 1,999 રૂપિયા છે અને ગ્રાહકો તેને ફક્ત ગ્રાફાઇટ બ્લેક કલર વિકલ્પમાં જ ખરીદી શકશે. ફ્લિપકાર્ટ પર બેન્ડ 4 નોટિફાઇ મી પેજને લાઈવ બનાવવામાં આવ્યું છે, જોકે કંપનીએ તેનું વેચાણ ક્યારે શરૂ થશે તે અંગે માહિતી આપી નથી.