મુંબઈ : આજે (25 જાન્યુઆરી) કુણાલ ખેમુ અને સોહા અલી ખાનના લગ્નને પાંચ વર્ષ થયાં છે. આ ખાસ પ્રસંગે કૃણાલે તેના લગ્નનો વીડિયો શેર કર્યો છે. સોહાએ પણ આ વીડિયોની શોર્ટ ક્લિપ્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
કુણાલ ખેમુએ વીડિયો શેર કરતાં લખ્યું કે, ‘પાંચ વર્ષ થયાં છે અને લાગે છે કે મેં બધા લોકો સાથે સારો સમય પસાર કર્યો છે. આભાર ખૂબ સારા હોવા માટે અને ક્યારેક નહીં પણ. બધા હાસ્ય અને આંસુ માટે આભાર. મેં જોયેલા તમામ હગ્ઝ અને જેટલી વાર ત્રાસી નજરે જોયો એ બદલ આભાર. મારા મિત્ર બનવા અને મારી પત્ની હોવા બદલ આભાર. મને પિતા બનાવવાનો અને મને નવું જીવન આપવા બદલ આભાર …