નવી દિલ્હી : પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલ્સોનારોનું શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિધિવત રીતે સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.
??-??| The 1️⃣st State Visit of the year begins with a grand ceremonial welcome#PresidentKovind and PM @narendramodi welcomed President of Brazil @jairbolsonaro at @rashtrapatibhvn as he begins his first visit to India. pic.twitter.com/N8ogDwXjN4
— Raveesh Kumar (@MEAIndia) January 25, 2020
રાષ્ટ્રપતિ ભવન ખાતેના ઔપચારિક કાર્યક્રમમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ બોલ્સોનારો 26 જાન્યુઆરીએ ભારતની 71 મી પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. બોલ્સોનારો શુક્રવારે જ દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને એરપોર્ટ પર બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોનું સ્વાગત કર્યું હતું.