Gujarat Congress President: ગુજરાત કોંગ્રેસના નેતૃત્વમાં ફેરફાર
Gujarat Congress President: લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓને અંત આપતા, કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ માટે નવા પ્રમુખની નિયુક્તિ કરી છે. કોંગ્રેસના અનુભવી નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સાથે જ ખેડબ્રહ્માના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
શનિવારથી ચર્ચા, બુધવારે નિર્ણય: પાર્ટી સંગઠનમાં મોટુ પરિવર્તન
શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ કયારથી ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે દોડ લાગી હતી. દિલ્હીમાં વિવિધ જૂથોના નેતાઓએ લોબીંગ શરૂ કરી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે સામાજિક સંતુલનને ધ્યાનમાં રાખીને ચાવડા જેવા OBC નેતાને પ્રમુખપદે પસંદ કર્યા છે.
પૂર્વ અનુભવ સાથે મજબૂતી
અમિત ચાવડા વર્ષ 2018થી 2021 દરમિયાન પણ પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. તેઓ મધ્ય ગુજરાતમાં OBC સમુદાયમાં મજબૂત પકડ ધરાવે છે. સંગઠન વ્યવસ્થા અને મેદાની રાજકારણ બંનેમાં ચાવડાનું નામ છે. પાર્ટીએ ફરી એકવાર તેમને નેતૃત્વ સોંપી સંગઠન મજબૂત કરવાનો સંકેત આપ્યો છે.
તુષાર ચૌધરીને વિધાનસભામાં નેતૃત્વ
તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસના પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ખેડબ્રહ્મા બેઠકથી ધારાસભ્ય છે અને તેમણે અગાઉ કેન્દ્રીય મંત્રાલયમાં પણ જવાબદારી સંભાળી છે. તેમનો આદિવાસી પૃષ્ઠભૂમિ સાથેનો સામાજિક પ્રતિનિધિત્વ પક્ષ માટે મહત્વ ધરાવે છે.
અમિત ચાવડા OBC સમાજમાંથી આવતા નેતા છે
તુષાર ચૌધરી પૂર્વ CM અમરસિંહના પુત્ર છે
ચાવડા 2018-2021 દરમિયાન પણ પ્રદેશ પ્રમુખ હતા
કોંગ્રેસે રાજ્યના દરેક વર્ગને જોડતી ટીમ બનાવી
નવી નેતૃત્વ નિમણૂકોથી કોંગ્રેસમાં સંગઠનાત્મક સ્થિરતા લાવવાનો પ્રયાસ.