નવી દિલ્હી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ ધમકી આપી છે કે જો ભારત આ વર્ષે સપ્ટેમ્બર 2020 માં યોજાનારી એશિયા કપ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ 2021 માં ભારત દ્વારા આયોજિત ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં.
તમને જણાવી દઈએ કે આ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપ 2020 પાકિસ્તાનમાં યોજાનાર છે અને બીસીસીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન જશે નહીં.
પાકિસ્તાને ધમકી આપી હતી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઇઓ વસીમ ખાને ધમકી આપી છે કે જો ભારત એશિયા કપ રમવા નહીં આવે તો પાકિસ્તાન પણ 2021 માં ભારતમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનો ઇનકાર કરશે.
માનવામાં આવી રહ્યું છે કે એશિયા કપના સ્થળે બદલાવ આવી શકે છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ વસીમ ખાને આ અહેવાલોને ફગાવી દીધા છે.