ચીનમાં વુહાન શહેરમાં ફેલાયેલો કોરોના વાયરસ હવે દુનિયા માટે મોટું જોખમ બની રહ્યો છે. જો કે અત્યાર સુધી આ વાયરસ વિશે એવું માનવામાં આવી રહ્યું હતું કે, તે એક વ્યક્તિથી બીજામાં સંક્રમિત થતો નથી. પરંતુ તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, ખૂબ નજીક રહેવાથી અને એક-બીજાની સાથે વસ્તુઓ શેર કરવાથી કોરોના વાયરસ ફેલાવવાની સંભાવવાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. જો કે, હવે ચીનની તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, આ વાયરસ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સફર થાય છે. તેથી કોરોના વાયરસથી બચવા માટે મુસાફરી કરતા સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ એક વાત જે આ વાયરસ વિશે ખૂબ સ્પષ્ટ છે કે તે એક મીટ અને ખાસ કરીને સી-ફૂટ ખાવાથી ફેલાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે પ્રાણીઓમાં આ વાયરસ જોવા મળે છે પરંતુ હવે તે હ્યુમન ટુ હ્યુમન ફેલાય છે. એટલા માટે દેશની બહાર જતા અને દેશમાં રહેતા લોકોએ સી-ફૂ઼ડ ન ખાવાની વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે. ખાસ કરીને જેઓ દરિયા કિનારા પાસે આવેલા વિસ્તારોમાં રહે છે. આ વાયરસ ફેલાવવા અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડતા દેશવાસીઓને સૂચના આપવામાં આવી છે કે, જો તમે કોઈ કારણસર ચીનની મુલાકાતે જાવ છો તો ત્યાં સી-ફૂડ અને મીટનું સેવન કરવાનું ટાળવું. ખેતરો અને મીટના માર્કેટમાં ન જવું
1: શક્ય હોય તો કોઈ પણ દેશની યાત્રા દરમિયાન મીટ ખાવાનું ટાળવું અને કાચું અથવા અડધું રાંધેલું મીટનું જરાય સેવન ન કરવું.
2: યાત્રા દરમિયાન બીમાર લોકો સાથે સંપર્ક ન વધારવો. જો કોઈને શરદી, ખાંસી, અને તાવ આવતો હોય તો એવા મુસાફરોથી દૂર રહેવું.
3: જે લોકો શરદી અને તાવ જેવી બીમારી થઈ હોય, તેઓ એ સાવચેતી રાખતા યાત્રા કરવાનું ટાળવું. જો યાત્રા કરવી જ પડે તો માસ્ક પહેરો અને ખાવા પીવાને લગતી સાવચેતી રાખવી.
4: જે લોકો ખાસ કરીને ચીનની યાત્રા પર જઈ રહ્યા છે તેઓ કોઈ પણ વસ્તુને સ્પર્શ કર્યા પછી અથવા તેનો ઉપયોગ કર્યા પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે. ઉપરાંત સહયાત્રી સાથે ખાવા-પીવાનું શેર કરવાનું ટાળવું. ખાંસી અથવા છીંક આવે ત્યારે મોં પર રૂમાલ રાખો. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો.
5: જે લોકો બીજા દેશો ખાસ કરીને ચીનની યાત્રાથી પાછા આવી રહ્યા છે તેમના સ્વાસ્થ્યની તપાસ માટે તમામ મુખ્ય એરપોર્ટો પર કોરોના વાયરસ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમે દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, બેગ્લુરુ, કોચી, હૈદરાબાદ એરપોર્ટ પર ચીનની યાત્રા કરીને પાછા ફરી રહ્યા છો તો કોરોના વાયરસની તપાસ માટે તમારે સ્વાસ્થ્ય સંબંધી તપાસ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન સ્ટાફને સપોર્ટ કરવો.
6: દુનિયાના અન્ય દેશ પણ તેમના ત્યાં અન્ય દેશોથી આવતા યાત્રીઓની એરપોર્ટ પર સ્વાસ્થ્ય સંબંધી તપાસ કરી રહ્યા છે. આ બધું કોરોના વાયરસની અસરને વધતા અટકાવવા માટે કરવામાં આવી રહ્યું છે. એટલા માટે જો વિદેશ યાત્રા માટે જઈ રહ્યા છો તો ત્યાંની મહત્ત્વની જાણકારી મેળવી લેવી.
7: એવું પેકેજ ફૂડ અથવા ડબ્બામાં બંધ ફૂ઼ડ ખાવાથી બચવું જેમાં મીટ અથવા સી-ફૂડનો ઉપયોગ કરવામા આવ્યો હોય. સારું રહેશે કે યાત્રા દરમિયાન તમે ડ્રાઈ અથવા સેફ ફૂટ પોતાની સાથે રાખો. તેમાં ખાખરા, મીઠી-નમકી ભુજિયા, સેવ, વેજ કુકીજ જેવી વસ્તુઓ સામેલ કરી શકો છો.
8: મુસાફરી કરતા પહેલાં પૂરતી ઊંઘ લેવી અને ખાલી પેટે મુસાફરી ન કરવી. જો યાત્રા દરમિયાન શરદી, ગળામાં દુખાવો, નાકમાંથી પાણી નીકળવું, ખાંસી જેવી સમસ્યા થાય તો તરત ક્રૂ મેંબર્સને જાણ કરો.