હિંદુ પંચાંગ પ્રમાણે, દર મહિને સુદ પક્ષની ચોથ તિથિને ભગવાન શ્રીગણેશને પ્રસન્ન કરવા માટે વિનાયકી ચોથનું વ્રત કરવામાં આવે છે. જો વિનાયકી ચોથનું આ વ્રત મંગળવારે આવે છે, તો તેને અંગારક ગણેશ ચોથ કહેવામાં આવે છે. આ વખતે આ વ્રત 28 જાન્યુઆરી, મંગળવારે છે. આ દિવસે ભગવાન શ્રીગણેશની વિધિવત પૂજા કરવામાં આવે તો દર મનોકામના પૂર્ણ થાય છે. આ વખતે અંગારક ચોથનો સંયોગ વર્ષમાં માત્ર 3વાર જ બનશે. વર્ષની પહેલી અંગારક ચોથ 28 જાન્યુઆરીએ છે. ત્યાં જ, છેલ્લી ચોથ 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ચોથનું વ્રતનું સર્વાધિક પ્રચલન છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજાનું વધારે મહત્ત્વ છે. શિવ પુરાણ પ્રમાણે સુદ પક્ષની ચોથના દિવસે બપોરે ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો. માતા પાર્વતી અને ભગવાન શિવજીએ તેમને પુત્ર સ્વરૂપમાં પ્રાપ્ત કર્યાં હતાં. તેમના પ્રકટ થતાં જ સંસારમાં શુભતાની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ બ્રહ્મદેવે ચોથના દિવસે વ્રત કરવાનું શ્રેષ્ઠ જણાવ્યું. ત્યાં જ, દેવામાંથી મુક્તિ અને બિમારીઓથી છુટકારો મેળવવા માટે મંગળવારે ચોથનું વ્રત અને ગણેશ પૂજા કરવામાં આવે છે.