નવી દિલ્હી : બે દિવસ પહેલા તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે ભયંકર વિનાશ સર્જાયો હતો. આમાં અત્યાર સુધી 31 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 1,607 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
તુર્કીની સરકારની રાહત બચાવ એજન્સી એએફએડીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત નીપજ્યાં છે, એલાજીગ પ્રાંતમાં સૌથી વધુ મૃત્યુ થયાં છે, મલતયા નજીક ઓછામાં ઓછા 4 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 1,607 લોકો ઘાયલ થયા છે.
રાહત અને બચાવ કામગીરી ચાલુ છે
શુક્રવારે સાંજે 6.8 ની તીવ્રતાનો ભૂકંપ તુર્કીમાં ત્રાટક્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તુર્કીના એલાઝિગ પ્રાંતમાં હતું. તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે, રાહત અને બચાવ કામગીરી હજી પણ ચાલુ છે. કાટમાળમાં દબાયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે અને તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.