જો તમે પેટીએમ પેમેન્ટ બેંકનો ઉપયોગ કરો છો આ માહિતી તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. હકીકતમાં પેટીએમ પેમેન્ટ બેંકે ગ્રાહકોને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા નંબરોની ઓળખ કરી છે. પેટીએમ પેમેન્ટ બેંકે 3,500 ફોન નંબરની યાદી ગૃહ મંત્રાલય, ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)અને ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)ને સોંપી છે. પીપીબીનો દાવો છે કે, તેને આ કૌભાંડને રોકવા માટે સાયબર સેલમાં આ લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી છે. TRAI, ગૃહ મંત્રાલય અને CERT-Inના અધિકારીઓની સાથે થેયલી બેંઠકોમાં પીપીબીએ વિવિધ સંવેદનશીલ માહિતી અને છેતરપિંડીવાળા મોબાઈલ ફોન, SMS અને કોલ દ્વારા થતા કૌભાંડ અંગે જાણકારી આપી હતી. તેના કારણે ડિજિટલ પેમેન્ટ કરતા ગ્રાહકો પ્રભાવિત થઈ રહ્યા છે. CERT-Inએ કમ્પ્યુટર સુરક્ષા સાથે સંબંધિત બાબતો સાથે કામ કરતી એજન્સી છે.
પીપીબીના જણાવ્યા પ્રમાણે, અધિકારીઓની સાથે બેઠકમાં કંપનીએ સ્પષ્ટ કર્યું કે, આ પ્રકારની છેતરપિંડીથી લાખો ભારતીયોનો વિશ્વાસ નથી રહ્યો. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, કાયદા અમલીકરણ એજન્સીઓ, નિયમનકારો અને ટેલિકોમ ઓપરેટરોની મદદથી અમારા જેવી બેંકો આ નંબરોની ઓળખ કરી ભવિષ્યમાં છેતરપિંડી અને કૌભાંડોને અટકાવી શકે છે. વર્તમાન સમય પેટીએમમાં કેવાયસી (નો યોર કસ્ટમર) નામે છેતરપિંડીના કેસો સૌથી વધુ જોવા મળી રહ્યા છે. તેમાં છેતરપિંડી કરનાર પોતાને પેટીએમ કસ્ટમર કેર ટીમનો ઉલ્લેખ કરીને ગ્રાહકને કોલ કરે છે. તે ગ્રાહકની પેટીએમ સર્વિસ ચાલુ રાખવા માટે કેવાઈસી કમ્પ્લીટ કરવા માટે કહે છે. તેના માટે તે ગ્રાહકને એપ ડાઉનલોડ કરવાનું કહે છે. આ એપ દ્વારા હેકર ગ્રાહકની જાણકારી ચોરીને તેમનું પેટીએમ અકાઉન્ટ ખાલી કરી નાખે છે. આવા કિસ્સાઓમાં ગ્રાહકોના મોબાઈલ પર પેટીએમના નામથી પહેલા એક SMS પણ મોકલવામાં આવે છે, જેમાં કહેવામાં આવે છે કે, થોડા સમય બાદ તમારું પેટીએમ અકાઉન્ટ હોલ્ડ રાખીશું, પોતાના પેટીએમ કેવાયસીને કમ્પ્લીટ કરો, ગ્રાહકે આવી કોઈપણ છેતરપિંડીથી સાવચેત રહેવાની જરૂર છે. પેટીએમ આ વિશે ગ્રાહકોને અલર્ટ કર્યા છે.
1: તમને આવેલ કોઈપણ SMS, ઈ-મેલ અથવા પોપ-અપને સારી રીતે વાંચી લો.
2: OTP (વન ટાઈમ પાસવર્ડ) સિક્યોર કોડ, આઈડી અને રિક્વેસ્ટ વચ્ચેનો તફાવત ધ્યાનમાં રાખો.
3: હંમેશાં એપ ઈન્સ્ટોલ કરવા માટે પ્લે સ્ટોરનો ઉપયોગ કરવો અને કંપનીનો લોગો અને સ્પેલિંગને ચેક કરી લો.
4: કોઈ પણ એપને જરૂરિયાત મુજબ મંજૂરી આપો અથવા વન ટાઈમ અલાઉ કરો
5:કેશબેક અથવા રિંફડવાળી સ્કીમોથી દૂર રહેવું