બગદાદ : ઇરાકની રાજધાની બગદાદમાં યુએસ દૂતાવાસ નજીક 26 જાન્યુઆરીએ પાંચ રોકેટ છોડવામાં આવ્યા હતા. 2 સુરક્ષા સૂત્રોએ એએફપીને આ માહિતી આપી હતી. દેશમાં અમેરિકન મથકો પર થયેલા આ તાજેતરના હુમલાની જવાબદારી હજી સુધી કોઈએ લીધી નથી.
એએફપીના સંવાદદાતાઓએ ટાઇગ્રિસ નદીની પશ્ચિમ તરફ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. મોટાભાગના વિદેશી દૂતાવાસો આ વિસ્તારમાં આવેલા છે. એક સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે ત્રણ રોકેટ ઉચ્ચ સિક્યોરિટી સંકુલમાં પડ્યા હતા, જ્યારે બીજાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાંચ રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા.
બાદમાં, ઇરાકી સુરક્ષા દળોના નિવેદન અનુસાર, ઉચ્ચ સુરક્ષાવાળા ગ્રીન ઝોનમાં પાંચ રોકેટ છોડવામાં આવ્યા હતા. જોકે, તેમણે તેમાં યુએસ એમ્બેસીનો ઉલ્લેખ કર્યો નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.
Five rockets hit near US embassy in Iraq capital, reports AFP news agency quoting security source.
— ANI (@ANI) January 26, 2020