મુંબઈ : વિકી કૌશલ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ભૂત પાર્ટ વન – ધ હન્ટેડ શિપ’નો લોગો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ સાથે ફિલ્મની પ્રોડક્શન કંપનીએ પણ પોતાનો ડાર્ક મોડ ચાલુ રાખવાની ઘોષણા કરી છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મ પ્રોડક્શનએ તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક ભૂતનો લોગો લગાવ્યો છે.
સામે આવ્યો લોગો
આ સાથે ‘ભૂત’ની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. વિક્કી કૌશલની ફિલ્મ ‘ભૂત પાર્ટ વન – ધ હન્ટેડ શિપ’ની ટક્કર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ સાથે થશે. આ હોરર થ્રિલર ફિલ્મના લોગો ઉપરાંત એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં ડાર્ક ટાઇમે તૂટેલા કાચ સાથે લખ્યું છે. આ વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકરની પહેલી હોરર ફિલ્મ છે.
#VickyKaushal and #BhumiPednekar… Dharma Productions takes a bold step to promote its first horror venture #Bhoot Part 1: #TheHauntedShip… Dharma's iconic logo has gone dark across social media… 21 Feb 2020 release. pic.twitter.com/rkQt25iacy
— taran adarsh (@taran_adarsh) January 27, 2020