મુંબઈ : બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય મુશ્કેલીમાં મુકાયા છે. 33 વર્ષની મહિલાએ તેની સામે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મહિલા કોરિયોગ્રાફરનો આરોપ છે કે ગણેશે તેને હેરેસ કરી છે. હવે આચાર્યએ પણ આ મામલે પોતાનો મુદ્દો મૂક્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં આચાર્યએ દાવો કર્યો હતો કે, આ આક્ષેપો ખોટા છે અને તેમને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું, હું ફરિયાદીને વ્યક્તિગત રૂપે મળ્યો નથી. આવા આક્ષેપો આવતા રહેશે કારણ કે મેં કો- ઓડિનેટર્સ વિરુદ્ધ સ્ટેન્ડ લીધું છે અને ડાન્સ માસ્ટર્સ અને નર્તકોને ટેકો આપ્યો છે. ફેડરેશનમાં ડાન્સ કો-ઓડિનેટર શા માટે હોવા જોઈએ?
તેમણે વધુમાં કહ્યું કે, આ કો – ઓડિનેટરોની પજવણીને કારણે આજે ડાન્સર્સ દયનીય સ્થિતિમાં છે. હું ડાન્સર્સ અને ડાન્સ માસ્ટર્સને ટેકો આપી રહ્યો છું, તેથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હું મારી લડત ચાલુ રાખીશ અને હું હંમેશા આ ડાન્સર્સને ટેકો આપીશ. હું તેની સામે માનહાનિનો કેસ પણ દાખલ કરીશ કારણ કે હું તેને પાઠ ભણાવવા માંગુ છું.