સવારની શરૂઆત સારી થાય તેનો આખો દિવસ સારો જાય છે. એટલે જ દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે, તેના દિવસની શરૂઆત સારી થાય. જેથી તેનો આખો દિવસ નિર્વિઘ્ને પસાર થાય. દિવસ દરમિયાન હાથમાં લીધેલાં કામ સુપેરે પૂર્ણ થાય. જો તમે પણ આમ ઇચ્છતા હોય તો, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.વાસ્તુ અનુસાર, સવારે ઊઠીને કેટલીક વસ્તુઓ જોવી અશુભ રહે છે. મોટાભાગના લોકો સવારે ઊઠી પહેલાં અરિસામાં જોતા હોય છે, વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અશુભ આદત છે. દિવસની શરૂઆત વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવાથી આખો દિવસ સારો પસાર થાય છે અને બધાં જ કામ અડચણો વગર પૂર્ણ થાય છે.વાસ્તુ અનુસાર સવારે ઊઠીને અરીસો ન જોવો જોઇએ. સવારે અરીસો જોવાથી આખા દિવસ દરમિયાન વ્યક્તિ પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ રહે છે. આંખ ખૂલતાં જ તરત જ કોઇનો ચહેરો પણ ન જોવો જોઇએ.
- દિવસની શુભ શરૂઆત માટે આંખ ખૂલતાં જ ઈષ્ટ દેવતાનું ધ્યાન ધરવું જોઇએ. આમ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
- સવારે ઊઠતાં જ મંદિરના ઘંટ કે શંખનો અવાજ સાંભળવાથી મન અને શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- નારિયેળ, શંખ, મોર, ફૂલ વગેરે જોવાં શુભ ગણાય છે.
- સવારે ઊઠી નાના બાળકનો ચહેરો જોવો પણ શુભ ગણાય છે. નાનુ ભાળ ભગવાનનું સ્વરૂપ ગણાય છે, એટલે તેનો ચહેરો જોવાથી દિવસની શરૂઆત સકારાત્મક થાય છે.
- સવારે કોઇ કામ માટે બહાર જતા હોય ત્યારે સફાઇકર્મી દેખાઇ જાય તો ખૂબજ શુભ ગણાય છે.
- સવારનો નાસ્તો કરતી વખતે કોઇપણ પશુનું નામ ન લેવું જોઇએ. આમ કરવાથી આખો દિવસ ખરાબ પસાર થાય છે. સવારે સફેદ ગાય જોવી શુભ ગણાય છે.