વલસાડ તા.28 : દારૂબંધી ના કાયદા નો ચુસ્ત પણે અમલ કરાવા માટે હાલ સરકાર મરણીયા પ્રયાશો કરી રહી છે.તેની વચ્ચે આજે વલસાડ જિલ્લા માં પોલીસ ને એક મહત્વની સફળતા પ્રાપ્ત થઇ છે.વલસાડ જિલ્લા ના ધમડાચી ગામે થી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ને ટિમેં દારૂ ની ખેપ મારતા વાહન નો કબ્જો મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર પોલીસે 3 વાહનો નો કબ્જો મેળવી લીધો હતો પરંતુ પોલીસ કઈ કરે તે પેહલા તમામ બુટલેગર આરોપી ઘટના સ્થળેથી પલાયન થઇ ગયા હતા.પોલીસે એક ભૂરા કલર ની 220 પલ્સર માંથી રૂ.20,000 તેમજ એક સફેદ કલર ની એક્સેસ માંથી રૂ.50,000 અને એક સીબીઆર માંથી રૂ.20,000 એમ કુલ મળી ને 1 લાખ રૂપિયા નો માલ જપ્ત કર્યો હતો.
આ આરોપી હિતેશ રાઠોડ હોવાનું પોલીસે જણાવ્યું હતું તેમજ વધુ માં જણાવતા કહ્યું હતું કે હાલ તમામ આરોપી ની શોધખોળ ચાલી રહી છે અને તેને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે.