મુંબઈ : 2018 માં આવેલી કરિના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા સ્ટારર ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. સારા પ્રતિસાદ બાદ હવે આ ફિલ્મની સિક્વલ આવી રહી છે. રિયા કપૂરે તેની પુષ્ટિ કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનીથિંગ સેશનમાં, એક ચાહકે રિયાને ફિલ્મની સિક્વલ વિશે પૂછ્યું, જેના પર રિયાએ કહ્યું- મને લાગે છે કે તે બનશે. આ વિચાર્યું તેના કરતા વેહલા થયું. હું ઉત્સાહિત છું.
સોનમ કપૂરે પણ આનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વખતે ફિલ્મમાં જૂની સ્ટારકાસ્ટ હશે કે નવી, તે જાહેર કરવામાં આવ્યું નથી.