મુંબઈ : બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘લવ આજ કલ’ 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઇમ્તિયાઝ અલીએ કર્યું છે અને તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોની ખૂબ ચર્ચા થઈ છે અને સ્ટાર કાસ્ટે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. જોકે, આ ફિલ્મ અંગે વિવાદ પણ પ્રકાશમાં આવ્યો છે.
ફિલ્મનું ગીત ‘હા મેં ગલત’ તાજેતરમાં રિલીઝ થયું હતું. આ ગીત જોઈને યુટ્યુબ પર વાયરલ થઈ ગયું અને તે હજી પણ 6 માં ક્રમાંક પર છે. આ ગીતને માત્ર 2 દિવસમાં 2 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે. ગીતની સિકવેન્સ આઇફોનની જાહેરાતમાંથી ચોરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ડાયટ સબ્યાએ પણ તેનો ડબલ વિંડો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.