ઉત્તરપ્રદેશ તા.28 : આજે ભાજપ ના અધ્યક્ષ અમિત શાહે ઉત્તરપ્રદેશ ની ચૂંટણી માટે ઘોષણા પાત્ર જાહેર કર્યું છે જેના બાદ થી રાજકીય માહોલ ગરમાયો છે અમિતશાહ ના ચૂંટણી પ્રચાર ના અને ઘોષણાપાત્ર પછી બહુજન સમાજ વાદી પાર્ટી ના મુખ્ય માયાવતી એ ભાજપ ને આડે હાથ લઇ અને તેમના પર આકરા પ્રહારો કર્યા છે.
અમિતશાહ દ્વારા આજે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું જેમાં તેમને ઉત્તરપ્રદેશ ની જનતા ને રામમંદિર ના નિર્માણ માટે આશ્વાશન આપ્યું હતું જેના પર કરી ટીકા એકર્તા માયાવતી એ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા 2014 ની ચૂંટણી દરમિયાન પણ આ પ્રકાર ના વાયદા કરવામાં આવ્યા હતા.પરંતુ તે ખરા ઉતર્યા નોહતા.
માયાવતી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ.
:- નોટબંધી ના લીધે જે તકલીફ પડી છે તે લોકો કદી ભુલાવી નહિ શકે
:- ભાજપ જો ઉત્તરપ્રદેશ માં સત્તા પર આવશે તો દલિત લોકો માટે મુશ્કેલી સર્જાશે.
:- ભાજપ ની સરકાર ઉત્તરપ્રદેશ માં આવશે તે દલિત લોકો માટે સારા સમાચાર નહિ હોય.
:- ભાજપ લોકો ની ધાર્મિક ભાવના સાથે રમી રહી છે અને તે જાતિ આધારિત રાજનીતિ માં માને છે.
:- ઉત્તરપ્રદેશ ની જનતા ને સજાક થવું જોઈએ કે ભાજપ ના બધા વાયદા ખોટા સાબિત થયા છે.
:- ભાજપ નું ઘોષણાપત્ર એ પાયાવિહોણું છે.
:- ભાજપ ના અચ્છે દિન ક્યારેય ઉત્તરપ્રદેશ માં નહિ આવે.
:- ભાજપ તેના 15 લાખ ના વાયદા માં હજુ સુધી ખરી નથી ઉતરી.
:- ભાજપ પાસે થી ઘોષણાપત્ર જાહેર કરવાનો અધિકાર જ ન હોવો જોઈએ.