પણજી તા.28 : આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગોવા ના પણજી માં રેલી નું સંબોધન કર્યું હતું તેમને જણાવ્યું હતુંકે ભાજપ ના રાજ માં ગોવા નો ઘણો વિકાસ થયો છે.સાથે તેમને આમઆદમી પાર્ટી ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો તમે અમ્પાયર પર ભરોસો નથી કરતા તો રમત શું કામ રમવા એવો છો.તેમને વધુ માં જણાવ્યું હતું કે ભલે ગોવા નાનું રાજ્ય હોય પરંતુ ગોવાએ દેશ ના ઘણા રાજ્યો ને આકર્ષયા છે.તેમને ગોવા ની પ્રજા ને ભાજપ ને સ્પષ્ટ બહુમતી સાથે જીતાડવાની માંગ કરી હતી.
પીએમ ના આજ ના સંબોધન ની હાઇલાઇટ્સ.
:- ગોવા એક કમળ જેવું શહેર છે અને હું ઇછું છુ કે ગોવા માં કમળ ખીલે.
:- વિપક્ષ ના લોકો નોટબંધી ના નિર્ણય થી ડરી ગયા છે અને ભ્રષ્ટ લોકો મારા નિર્ણય ની આલોચના કરી રહ્યા છે.
:- ગોવા એ દેશ ને સર્વશ્રેષ્ઠ સંરક્ષણ પ્રધાન આપ્યા છે અને તેમના નેજા હેઠળ થયેલી સર્જીકલ સ્ટ્રાઇક ની લોકો આજે પ્રશંસા કરી રહ્યા છે.
:- ભારત ના લોકો એ 30 વર્ષ પછી ભાજપ ને સ્પષ્ટ બહુમતી સાથે જીતાડી છે અને હું ઇછું છુ કે ગોવા ના લોકો પણ ભાજપ ને સત્તા પર લાવે.
:- લોકતંત્ર ના ખિસ્સાકાતરું કોઈ પણ દિવસ દેશ નું ભલું નથી કરી સકતા.
:- વિપક્ષ ના લોકો એ અત્યાર થી જ બજેટ નો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.
:- અમારી સરકાર પ્રવાસન ને હેમશા થી પ્રોત્સાહન આપી રહી છે અને તેનો સહુતી વધુ ફાયદો ગોવા એ ઉઠાવ્યો છે.
:- લોકો કહે છે કે નોટબંધી થી ગોવા ના પ્રવાસન પર પ્રભાવ પડશે પણ તે વાત માં કોઈ તથ્ય નથી.
:- જો તમેં અમને ગોવા માં સત્તા પર અવાનો અવસર આપશો તો અમે ગોવા ને હજુ વધુ સમૃદ્ધ બનાવીશું.