ઉત્તરપ્રદેશ તા.28 : યોગી આદિત્યનાથ આજકાલ ભાજપ થી નારાજ હોવાના એહવાલે જોર પકડ્યું છે.તેમને થોડા સમય પેહલા ભાજપ ના લોકો પર આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમની અવગણ ના કરવામાં આવી રહી છે.જેને લઇ યોગી ઘણી વખત પોતાનો વિરોધ પણ નોંધાવી ચુક્યા છે.પરંતુ આ વખતે તેમને ભાજપ ને નવા સંકટ માં મૂકી દીધું છે.તેમનું સંગઠન હિન્દૂ યુવા સંગઠ એ પૂર્વાંચલ માં 60 થી વધુ સીટ પર તેના ઉમ્મેદવાર ઉભા રાખવાની વાત કરી છે.
બીજેપી VS બીજેપી
– જો ગોરખપૂર ની વાત કરવામાં આવે તો ત્યાં બીજેપી નો મતલબ આદિત્યનાથ થાય છે.સૂત્રો અનુસાર પૂર્વાંચલ ની 40 થી વધુ સીટો પર યોગી ની સારી એકી પકડ છે.હવે હિન્દૂ યુવા વાહિની એ 64 સીટો પર પોતાના ઉમ્મેદવાર ઉભા રાખવાની વાત કહી છે.જેના થી સીધેસીધું નુકસાન ભાજપ ને છે જો હિન્દૂ યુવા વાહિની થોડી ઘણી પણ સીટો પર થી જીતે છે તો ભાજપ ને ઘણું મોટું નુકસાન જેલવું પડશે.
આદિત્ય નાથ ભાજપ ને બ્લેકમેલ કરી રહ્યા છે.
– હિન્દૂ યુવા વાહિની ના પ્રવક્તા એ જણાવ્યું હતું કે ભાજપ ના લોક યોગી નું અપમાન કરી રહ્યા છે અને જેના કારણે તે એનો વિરુદ્ધ નોંધાવી રહ્યા છે.સાથે યોગી એ જણાવ્યું છે કે કાયદો તોડનાર ની વિરુદ્ધ માં કાર્યવાહી કરવી જોઈએ.તેમને જણાવ્યું કે ઘોષણાપાત્ર ની પાછળ પાર્ટી નહિ પણ તેના પાછળ અમુક લોક કામ કરી રહ્યા છે.તેનો મતલબ એક સ્પષ્ટ રૂપે સાબિત થાય છે કે યોગી ભાજપ ની સાથે ભાવ તાલ કરી રહ્યા છે જેના કારણે તે કોઈ પણ જાત નું નિવેદન આપવાનું ટાળી રહ્યા છે.
શું કામ આદિત્ય નાથ નારાજ છે.
– જો સૂત્રો પર નજર કરીયે તો યોગી આદિત્ય નાથ પોતાને અત્યાર સુધી મુખ્યમંત્રી ના ઉમેદવાર માની ને ચાલી રહ્યા હતા.પરંતુ તેમની કટ્ટર હિન્દુવાદી નીતિ ના કારણે તેમને ભાજપ તરફ થી માન્યતા મળી નોહતી.2014 થી મોદી ના મંત્રીમંડળ માં 3 વખત વિસ્તરણ કરવામાં આવ્યું છે અને તેમાં પણ આદિત્ય નાથ ની અવગણ ના કરવામાં આવી છે.