નવી દિલ્હી : સેમસંગ ટૂંક સમયમાં એક નવો ફોલ્ડેબલ ડિસ્પ્લે સ્માર્ટફોન ગેલેક્સી ઝેડ ફ્લિપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પહેલા આ સ્માર્ટફોનનો એક વીડિયો લીક થઈ ચૂક્યો છે. આ હેન્ડ્સ ઓન વિડીયો છે જેમાં ગેલેક્સી ઝેડ ફ્લિપ જોઇ શકાય છે.
ગેલેક્સી ઝેડ ફ્લિપ સેમસંગના પ્રથમ ફોલ્ડેબલ ડિસ્પ્લે સ્માર્ટફોન ગેલેક્સી ફોલ્ડથી તદ્દન અલગ છે. તાજેતરમાં, મોટોરોલાએ મોટો રેઝરને ફરીથી લોંચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં ફોલ્ડિંગ ડિસ્પ્લે પણ છે.
ગેલેક્સી ઝેડ ફ્લિપ મોટો રેઝર જેવો જ દેખાય છે, કારણ કે તે બાજુથી એકબીજાથી ફોલ્ડ થતી નથી. અહીં ક્લેમશેલ ડિઝાઇન છે અને તેની સાથે કવર ડિસ્પ્લે આપવામાં આવી છે. કોન્સેપટ ડિઝાઇન કરનાર બેન ગેસ્કીંગે આ વિડીયો શેર કર્યો છે.
Samsung Galaxy Z Flip – First Hands On Video pic.twitter.com/4b8Uzt5kRB
— Ben Geskin (@BenGeskin) February 2, 2020