મુંબઈ : ટીવીનો સૌથી મોટો રિયાલિટી શો ‘બિગ બોસ 13’ હવે તેની સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. ટ્રોફી મેળવવા માટે તમામ સ્પર્ધકો એકબીજાને કડક સ્પર્ધા આપી રહ્યા છે. પરંતુ આ અઠવાડિયે વિશાલના ઘરેથી બેઘર થયા પછી એવા અહેવાલો છે કે માહિરા શર્માને પણ અઠવાડિયાના મધ્યમાં બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
ફિનાલે પહેલા શોમાંથી બહાર થઇ માહિરા શર્મા
એક સ્પોટબોયના અહેવાલ મુજબ, માહિરા શર્મા બિગ બોસના ઘરની બહાર થઇ ગઈ છે. ફાઈનલના કેટલાક દિવસો પહેલા માંહિરાની યાત્રા શોમાં પૂરી થઈ છે. ઉલ્લેખનીય છે કે, માહિરા શર્માનું એવિક્શન પરિવાર તેમજ ચાહકો માટે એકદમ આઘાતજનક છે.