મુંબઈ : બિગ બોસ 13 ની ફાઇનલ નજીક છે. શો પૂરો થયાના થોડા દિવસ પહેલા ઘરના લોકો નાટક, લડત અને કોન્ટ્રોવર્સી વચ્ચે મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. આરતી સિંહ બિગ બોસમાં ભૂત બની ગઈ છે અને મસ્તી – મજાકથી આરતી ઘરના સભ્યોને ડરાવી અને તેમની ઊંઘ ઉડાવવાનો પ્રયાસ કરી રહી છે.
બિગ બોસના ઘરમાં આવ્યું ‘ભૂત’
મંગળવારના એપિસોડમાં, પારસ છાબરા આરતી સિંહને ભૂત બનીને પરિવારના સભ્યોને ડરાવવા કહે છે. આરતી વોશરૂમમાં જાય છે અને તેના મોઢા પર પાવડર અને કાળો રંગ લગાવે છે અને પોતાને ટુવાલથી ઢાંકી દે છે અને ભૂતનું રૂપ લે છે. તે બાદ શું થાય છે તે જાણવા માટે જુઓ આ વિડીયો…