નવી દિલ્હી : શાઓમીની સબ બ્રાન્ડ રેડમી ટૂંક સમયમાં રેડમી કે 30 પ્રો લોન્ચ કરવાની તૈયારીમાં છે. હવે સમાચાર એ છે કે કંપની રેડમી કે 20 પ્રોનું વેચાણ અટકાવી શકે છે. શાઓમીના વાઇસ પ્રેસિડેન્ટ લૂ વેઇબિંગે ચીની સોશિયલ નેટવર્ક વીબો પર આની પુષ્ટિ કરી છે.
જોકે, તેણે રેડ્મી કે 20 વિશે કંઇ કહ્યું નથી, એટલે કે ફક્ત પ્રો વેરિએન્ટનું વેચાણ બંધ કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી શાઓમીએ રેડમી કે 30 પ્રો વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, ન તો તેનું કોઈ ટીઝર આવ્યું છે.
લુ વેઇબિંગે તેમની પોસ્ટમાં કહ્યું છે કે, આ મહિનાથી રેડમી કે 20 પ્રોનું વેચાણ બંધ કરવામાં આવશે. આ સાથે, એવી આશા છે કે રેડમી કે 30 પ્રો ટૂંક સમયમાં લોન્ચ થશે.