વલસાડ પારડી તા.30 : પારડી ખાતે વલસાડ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ દ્વારા એક બાઇક રેલીનું સફળ આયોજન.પાટીદાર યુવાનોને ભરમાવી ને જે પ્રમાણે આંદોલનો કરી રહ્યું છે જો આ પ્રમાણે ચાલુ જ રહેશે તો ભારતીય જનતા પાર્ટીનો યુવા મોર્ચો હવે સાંખી નહીં લે એવો ખુલ્લા પડકાર તેમણે સ્ટેજ પરથી ફેંક્યો હતો.પારડી ભારતરત્ન મોરારજી દેસાઈ ઓડિટેરિયમ હોલ ખાતે આજ રોજ સાંજે 4.00 કલાકે ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાના નવા વરાયેલા અધ્યક્ષ ઋત્વીજ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં તેમણે પોતાના આગવા અંદાજમાં કોંગ્રેસના હાથા બનીને ફરી રહેલા હાર્દિક પટેલ તેમજ પાટીદાર યુવાનોને શાનમાં સમજી જવાની સલાહ આપી હતી સાથે જ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો પડકાર ફેંકવાની વાતો કહી હતી.
પારડી ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે હાલમાં જ નવા નિમાયેલા ઋત્વીજ પટેલનો અભિવાદન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં પ્રથમ વલસાડના અતુલ ખાતેથી વલસાડ જીલ્લા યુવા મોરચા દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીનો આ કાર્યક્રમ અભિવાદન સમારોહમાં પરિવર્તિત થયો હતો. પારડી ભારતરત્ન મોરારજી દેસાઈ ઓડિટેરિયમ ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસને શાનમાં સમજી જવાની વાત કહી કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતાં. સાથે તેમણે પાટીદાર યુવાનોને ગુમરાહ ન થવા ન માટેની વાતો સાથે કોઇનો હાથો ન બનવા માટે ઋત્વિજ પટેલ, પ્રદેશન અધ્યક્ષ, ભાજપ યુવા મોર્ચો હાકલ કરી હતી.
ઋત્વિજ પટેલ દ્વારા પોતાની આગવી અદામાં તેમણે તમામ કોંગ્રેસી સાથે સાથે પાટીદાર યુવાનોને પોતાના હકની માંગણી માટેની રીત બતાવવાની સાથે સાથે કોંગ્રેસે હવે શાનમાં સમજવું જોઇએ અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા જે પ્રમાણે કોંગ્રેસ મુક્ત ભારતની વાત છે તો કોંગ્રેસ હવે હવાતીયા મારીને પાટીદાર યુવાનોને ભરમાવી ને જે પ્રમાણે આંદોલનો કરી રહ્યું છે જો આ પ્રમાણે ચાલુ જ રહેશે તો ભારતીય જનતા પાર્ટીનો યુવા મોર્ચો હવે સાંખી નહીં લે એવો ખુલ્લા પડકાર તેમણે સ્ટેજ પરથી ફેંક્યો હતો.
ભાજપ દ્વારા પાટીદાર આંદોલનની સામે એક પાટીદારને જ પાટીદાર સામે ઉભા કરી દેવામાં આવ્યા છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી માટે હવે ભાજપને પાટીદાર તરફે કેટલો ફાયદો થાય છે તે ખરેખર આવનારો સમય જ બતાવશે.કાર્યક્રમ પ્રસંગે વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ ,વલસાડ ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ,વલસાડ જિલ્લાના યુવા મોર્ચા ના પ્રમુખ મહેન્દ્ર ચૌધરી ,મહામંત્રી શિલ્પેશ દેસાઈ , પારડી નગરપાલિકા પ્રમુખ રતનબેન પટેલ ,વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી ,પારડી ના યુવા મોર્ચા ના પ્રમુખ ચેતન ભંડારી મહામંત્રી યતીન ભંડારી તેમજ વિવિધ શહેરો ના યુવા મોર્ચાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા પારડી શહેર સંઘટન ની ટીમ વગેરે મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.