નવી દિલ્હી તા.31 : સંસદ માં 2017 નું બજેટ સત્ર રજુ થવા ના આડે છે આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સંસદ ના બંને ગૃહો માં બેઠક યોજાનાર છે.ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ બજેટ ને લઇ શુભકામના પાઠવી હતી,અને જણાવ્યું હતું કે આ સમય નું બજેટ સત્ર શાંતિપૂર્વક અને સફળ રહે તેની હું આશા વ્યક્ત કરું છુ.તેમને વધુ માં જણાવ્યું હતું કે ” આજે એક નવી પરંપરા શરૂ થશે અને બજેટ ને વહેલું રજુ કરવામાં આવશે અને તેમાં રેલ બજેટ નો પણ સમાવેશ કરવામાં આવશે”
બજેટ પેહલા હાથ ધારાયેલો આર્થિક સર્વે પણ બજેટ સત્ર માં રજુ કરવામાં આવશે 1 ફેબ્રુઆરી ના રોજ નાણામંત્રી અરુણ જેટલી બજેટ રજુ કરવાના છે.અરુણ જેટલી દ્વારા આ ચોથી વખત બજેટ રજુ કરવામાં આવશે આ રજુ થનાર બજેટ પર સહુ કોઈ ની નજર હશે કેમકે નોટબંધી પછી આ પેહલી વખત છે જયારે બજેટ રજુ થવાનું છે.સૂત્રો પર નજર કરવામાં આવે તો પીએમ દ્વારા માત્ર 31 ડિસેમ્બર સુધી લોકો પાસે સમય માંગવામાં આવ્યો હતો અને સાથે જણાવ્યું હતું કે નોટબંધી થી થનાર ફાયદા તમને ડિસેમ્બર ના અંત પછી જોવા મળશે.
બેઠક માં રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાત.
– મોટાભાગ ના ગામડાઓ માં એલપીજી ગેસ ના જોડાણ આપવામાં આવશે : પ્રણવ મુખર્જી
– અત્યાર સુધી માં સરકારે 3 કરોડ કરતા વધુ સૌચાલય નું નિર્માણ કર્યું છે : પ્રણવ મુખર્જી
– સ્વચ્છ ભારત અભિયાન એ લોકો ના સ્વાથ્ય માટે કરવામાં આવેલ અભિયાન છે : પ્રણવ મુખર્જી
– પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થી એક સ્વચ્છ ઉર્જા નું નિર્માણ કરવામાં આવશે અને તે ગરીબો માટે હશે : પ્રણવ મુખર્જી
– પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ની હેઠળ 37 ટકા લોકો ને તેનો સ્પષ્ટ પણે ફાયદો મળે તેની અમે પૂરતી તૈયારી કરી રહ્યા છે : પ્રણવ મુખર્જી
– 18 હજાર માંથી 11 હજાર ગામડાઓ માં આઝાદી પછી વીજળી પોહચી નથી : પ્રણવ મુખર્જી
– ઉચ્ચકક્ષા નું ભણતર દેશ ના યુવાનો માટે ખુબ જરૂરી છે : પ્રણવ મુખર્જી
– દેશ ના 20 લાખ યુવાઓ એ કૌશલ્ય વિકાસ ની પહેલ દ્વારા લાભ ઉઠાયો છે : પ્રણવ મુખર્જી
– પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 1.5 કરોડ પછાત જાતિ ના લોકો ને મફત માં એલપીજી ગેસ નું વિતરણ કરવાનું સરકાર વિચારી રહી છે : પ્રણવ મુખર્જી
– સરકાર મહિલા સશક્તિકરણ ની પહેલ હેઠળ 2 લાખ મહિલા ઓ ને રોજગાર આપવાનું આયોજન કરી રહી છે : પ્રણવ મુખર્જી
– અમારી સરકાર ખેડૂતો ના વિકાસ અને તેમના જીવન ને વધુ સારું અને સરળ બનવવા માટે વિવિધ આયોજન કરી રહી છે : પ્રણવ મુખર્જી
– પ્રધાનમંત્રી યુવા યોજના હેઠળ સરકાર7 લાખ થી વધુ વિદ્યાર્થીઓ ને ઔદ્યોગિક તાલીમ આપવા પર વિચાર કરી રહી છે : પ્રણવ મુખર્જી
– એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ હેઠળ સરકારે 10 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે : પ્રણવ મુખર્જી
– “હાર હાથ કો હુનર” ના સૂત્ર સાથે અમારી સરકાર રોજગાર માં સુધારો લાવવા અને તેમાં વધારો કરવા માટે તમામ પગલાં લઇ રહી છે : પ્રણવ મુખર્જી
– માતૃત્વ પરિવર્તન ની સ્કીમ હેઠળ સગર્ભા મહિલા ઓ ને મોટા લાભ મળશે : પ્રણવ મુખર્જી
– સરકાર ની તમામ રણનીતિ દેશ ના ફાયદા માટે ની છે : પ્રણવ મુખર્જી
– મારી સરકાર ની તમામ રણનીતિ ગરીબો અને વંચિત લોકો માટે છે : પ્રણવ મુખર્જી
– પાછળ વર્ષો ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ના પરિણામે આજે દેશ નાના ગામડાઓ થી લઇ દરેક શહેર માં 75,000 કિલોમીટર ના રોડ નું નિર્માણ થયું છે : પ્રણવ મુખર્જી
– આ વર્ષ ના અંતે જેટલી પણ નેરો ગેજ લાઈન છે તેને બ્રોડ ગેજ માં ફેરવી નાખવામાં આવશે : પ્રણવ મુખર્જી
– મારી સરકાર જીએસટી ના બિલ પર સફળ રીતે કામ કરી શકી તેની માટે આજે હું ગર્વ મેહસૂસ કરું છુ : પ્રણવ મુખર્જી
– ભારતે 8 પ્રોજેક્ટ ને સફળ રીતે લોન્ચ કાર્ય છે જેમાં પૃથ્વી ના નિરીક્ષણ થી લઇ હવામાન વિભાગ ના સંશોધન માટે ખરી સાબિત થઇ છે : પ્રણવ મુખર્જી
– મારી સરકારે લોકસભા અને વિધાનસભા ની ચૂંટણી માટે રાજકીય પક્ષો સાથે વિચાર વિમર્શ કરી ને તેનું સ્વાગત કર્યું છે : પ્રણવ મુખર્જી
– હાલ આપણો દેશ આતંકવાદ ના ખતરા નો સામનો કરી રહ્યો છે : પ્રણવ મુખર્જી
– સરકાર ના યોગ્ય પગલાં દ્વારા આજે ભ્રષ્ટચાર નું અવકાશ દૂર થયું છે : પ્રણવ મુખર્જી
– આજે જમ્મૂ કાશ્મીર આતંકવાદ થી પીડાઈ રહ્યું છે અને તે આતંકવાદી ઓ ને કરવામાં આવેલા ફંડિંગ ના કારણે શક્ય થયું છે : પ્રણવ મુખર્જી
– પાડોશી દેશ દ્વારા વારંવાર થતા હુમલા ને ભારતે સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા યોગ્ય ઉત્તર આપ્યો છે : પ્રણવ મુખર્જી
– કાળાનાણાં,ભ્રસ્ટાચાર,આતંકવાદ અને નકલી નોટો ના કારોબાર ને રોકવા માટે સરકાર નોટબંધી નો નિર્ણય લીધો હતો : પ્રણવ મુખર્જી
– ડાબેરી દવારા કરવામાં આવતા ઉગ્રવાદ નો અંત આવ્યો છે અને આજે ઉત્તરપૂર્વ માં શાંતિ નો માહોલ છે : પ્રણવ મુખર્જી
– મારી સરકાર દેશ ના લોકો ને કરેલા વચન ને પૂર્ણ કરવામાં વારંવાર સફળ સાબિત થઇ છે : પ્રણવ મુખર્જી
– 3 કરોડ કિસાન કાર્ડ ને ડેબિટ કાર્ડ માં ફેરવવામાં આવશે : પ્રણવ મુખર્જી
– આ વર્ષ ને ચંપારણ સત્યાગ્રહ તરીકે યાદ રાખવામાં આવશે : પ્રણવ મુખર્જી
– આ વર્ષ ને ગુરુગોવીંદ સિંઘ ની જન્મ જયંતિ માટે યાદ રાખવામાં આવશે અને તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશ થી લોકો ને સાકરાત્મક જીવન શૈલી જીવવા માં મદદ થશે : પ્રણવ મુખર્જી
– આપણે ફરી એક વખત સાથે મળી ને લોકશાહી તેમજ સંસ્કૃતિ ને ઉજવીશું અને તેને જ આપણે સબ કે સાથ સબ કે વિકાસ નું બિરુદ આપીશું : પ્રણવ મુખર્જી
– મારી સરકાર રાજ્ય સરકાર સાથે ઘણી નજીક રહી ને કામ કરી રહી છે અને તેમને પડી રહેલી ઔદ્યોગિક હાલાંકી ને દૂર કરવા દરેક સંભવ પ્રયાશો કરી રહી છે : પ્રણવ મુખર્જી