નવી દિલ્હી : પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફ (PTI) ના નેતાના મામલે હિન્દુઓને નિશાન બનાવતા અપમાનજનક પોસ્ટર લગાવવામાં આવ્યા છે. હિન્દુ વિરોધી પોસ્ટરો લગાવનારા લાહોરના મહાસચિવ મિયાં અકરમ ઉસ્માન સામે મોટું પગલું ભરતાં પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. ઉસ્માનને શો કોઝ નોટિસ પણ આપવામાં આવી છે.
ટીકાઓ બાદ ઉસ્માને ભારત અને પાકિસ્તાનના હિન્દુઓની માફી માંગી હતી. તેમણે કહ્યું કે, લાહોરની દિવાલો પરથી હિન્દુ વિરોધી પોસ્ટરો કાઢી નાખવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, પીટીઆઈ નેતા મિયાં અકરમ ઉસ્માને હિન્દુ સમુદાય માટે વાંધાજનક પોસ્ટરો છાપવા અંગે પ્રિન્ટરને દોષી ઠેરવતા કહ્યું છે કે ‘પ્રિન્ટરે તે ભૂલથી છાપ્યું હતું’.