નવી દિલ્હી : એન્ડ્રોઇડમાં એક નવી સુરક્ષા ખામી મળી છે. તેનો ફાયદો ઉઠાવીને, હુમલાખોરો બ્લૂટૂથ દ્વારા તમારા સ્માર્ટફોનને હેક કરી શકે છે. સાયબર સિક્યુરિટી ફર્મ ERNW ને તાજેતરમાં જ આ ખામી મળી છે.
સંશોધનકારો કહે છે કે, આના દ્વારા હેકર્સ વપરાશકર્તાઓનો અંગત ડેટા ચોરી કરી શકે છે અને મેલવેર ઇન્જેક્ટ કરી શકે છે.
તમારે ડરવાની જરૂર ત્યારે રહેશે જ્યારે તમે Androidનું લેટેસ્ટ વર્ઝન યુઝ કરતા નથી. ઇઆરએનડબ્લ્યુએ કહ્યું છે કે, ‘એન્ડ્રોઇડ 8.0 થી એન્ડ્રોઇડ 9 સુધીના રિમોટ એટેકર્સ બ્લૂટૂથનો ઉપયોગ કરીને તમારા સ્માર્ટફોન પર કોડ એક્ઝિક્યુટ કરી શકે છે
જો કે, આ માટે, હુમલાખોરે તમારો સ્માર્ટફોન બ્લૂટૂથ મેક એડ્રેસ જાણવાની જરૂર છે. આ પ્રકારની હેકિંગમાં સામાન્ય રીતે વપરાશકર્તાઓ દ્વારા કોઈ ટાસ્ક પરફોર્મ કરવાની જરૂર હોતી નથી અને યુઝરને એ વાતનો કોઈ ખ્યાલ આવતો નથી કે તેમનો સ્માર્ટફોન હેક થઈ ગયો છે.